रविवार, 22 जुलाई 2018

ડાંગ : તારીખ 22-07-2018 ના તમામ મુખ્ય સમાચાર…

પડતર પશ્નોનો નિકાલ એટલે પ્રજાજનોની આશા, અપેક્ષા સંતોષવાનો રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ

– પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકર

  • (ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવાઃ તાઃ ૨૨ઃ જ્યાં માનવી, ત્યાં સુવિધાના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અભિગમ અનુસાર પ્રજાની આશા, અપેક્ષા સંતોષવા માટે રાજ્ય સરકારે ખૂબ જ સંવેદનશીલતા સાથે પડતર પ્રશ્નોના નિકાલના કાર્યક્રમો શરૂ કર્યા છે. જે બાબતે અમલીકરણ અધિકારીઓને વિશેષ તકેદારી સાથે વંચિતોના વિકાસ માટે પ્રતિબદ્ધ થવાનો અનુરોધ ડાંગના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે કર્યો છે.
  • ડાંગ જિલ્લામાં પ્રજાપ્રશ્નોના નિરાકરણ માટેના યોજાયા શ્રેણીબદ્ધ કાર્યક્રમો ઃ
  • વધઇના કાર્યક્રમમાં રજુ થયા બાવન (પર) પ્રશ્નો ઃ લાભાર્થીઓને એનાયત કરાયા સહાયના ચેકો

ડાંગ જિલ્લામાં રવિવારની જાહેર રજા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોની ચિંતા કરીને, તમામ જિલ્લા અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત કરેલા કાર્યક્રમના ભાગરૂપે, ડાંગ જિલ્લામાં સવારે વધઇ, બપોરે આહવા, અને સાંજે સુબિર તાલુકા મથકોએ પ્રજાજનોના પ્રશ્નોનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સુખદ નિરાકરણ લાવવાનો આયામ હાથ ધરાયો હતો.

વધઇ ખાતે તાલુકાના અરજદારોએ ૪૯ જેટલા પ્રશ્નો રજુ કર્યા હતા. જ્યારે સ્થળ ઉપર અન્ય ૩ પ્રશ્નોની રજુઆત મળતા અહીં કુલ-૫૨ જેટલા પ્રશ્નો પૈકી મહદ્‍અંશે સ્થળ ઉપર જ પ્રશ્નોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે રાજ્યકક્ષાએ પડતર પ્રશ્નોમાં સત્વરે કાર્યવાહી હાથ ધરી, પ્રજાપ્રશ્નોનું નિરાકરણ લાવવાની સૂચના પ્રભારી મંત્રીશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને આપી હતી. દરમિયાન રાજ્ય સરકારની જુદી જુદી વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને પણ પ્રભારી મંત્રીશ્રીના હસ્તે સહાયના ચેકો અર્પણ કરાયા હતા.

વધઇ તાલુકા સેવા સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત, માજી ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યા સહિત તાલુકા/જિલ્લાના સદસ્યો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, પ્રજાજનો, અરજદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી શ્રી રમણલાલ પાટકર સહિત ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે પણ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓ તથા અરજદારોને જરૂરી સમજ અને માર્ગદર્શન પુરૂ પાડી, હકારાત્મક અભિગમ સાથે તમામ પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી.

વધઇના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલ, જિલ્લા પોલીસ અધિકારી શ્રી અશોક મુનિયા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગિ્નશ્વર વ્યાસ અને ત્રિવેદી સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકરીઓ, જુદી જુદી કચેરીઓના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમની સૂચારુ વ્યવસ્થા મામલતદાર શ્રી ડી.કે.વસાવા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી.એમ.વણકર તથા તેમની ટીમે કરી હતી.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें